Forest gard imp material part-2

Forest gard imp material by gujarat government 

વન્યજીવ પ્રશ્ન મંચ

 Unit 1 વન્યજીવ 
Part-2
( ૨૪ ) કયા એશિયાઇ પ્રાણીને પકડીને મરે ત્યાં સુધી સતત મારવામાં આવે છે કારણ કે તેના આંસુ પ્રેમના પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે ?
        ગોંગ - દરિયાઈ ગાય - વનસ્પતિ આહારી કદાવર                  દરિયાઇ સસ્તન પ્રાણી

( ૨૫ ) દુનિયામાં સૌથી વિશાળ પથરાળ કોરલની રચના કયા સ્થળે જોવા મળે છે ?
        ઓસ્ટ્રેલીયાના કવીન્સલેન્ડમાં ધી ગ્રેટ બેરીયર રીફ ખાતે            જે દુનિયાનો સૌથી મોટો દરિયાઇ ઉદ્યાન છે .

( ૨૬ ) શાહુડી સામનો કેવી રીતે કરે છે ?
         શાહુડી પોતાની પાછળના કાંટા દ્વારા સ્વબચાવ કરે છે

( ૨૭ ) પ્રાણીના પાછળના ભાગ માટે ક્યો અંગ્રેજી શબ્દ વપરાય છે ?
         ડોરસલ . ( Dorsal ) – પૃષ્ઠ - પીઠ પરનું

( ૨૮ ) બાહયાકાર વિદ્યા રૂપવિદ્યા ( મોર્ફોલોજી ) કોને કહેવાય છે ?
         પ્રાણી કે વનસ્પતિના રૂપો આકાર અંગેના શાસ્ત્રને                   રૂપવિદ્યા- આકાર વિજ્ઞાન કહેવાય છે .

( ૨૯ ) એપીકલ્ચર ( Apiculture ) એટલે શું ?
         મધના વ્યાપારી ઉત્પાદન માટે મધમાખીના ઉછેરને                 એપીકલ્ચર - મધુમક્ષિકા પાલન કહે છે .

( ૩૦ ) હરપેટોલોજી ( Herpetology ) એટલે શું ?
          સાપ અને ઉભયજીવી પ્રાણીઓના શાસ્ત્રને                          હરપેટોલોજી કહેવાય છે .

( ૩૧ ) કોન્કોલોજી ( Conchology ) એટલે શું ?
          મૃદુકાય ( મોલસ્ક ) ( કવચવાળા પોચા શરીરના                    પ્રાણીઓ ) ના શાસ્ત્રને કોન્કોલોજી કહેવાય છે .

( ૩૨ ) ઇથોલોજી ( Ethology ) એટલે શું ?
          પ્રાણીઓના રહેઠાણ સંબંધે વર્તણુકના અભ્યાસને                  ઇથોલોજી - પ્રાણી વર્તન શાસ્ત્ર કહેવાય છે .

( ૩૩ ) લીમનોલોજી ( Limnology ) એટલે શું ?
         તાજા પાણીના પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસને             લીમનોલોજી કહેવાય છે .

( ૩૪ ) નેકટોન ( Nektons ) એટલે શું ?
         પ્રાણીઓ કે જે પાણીની ઉપરની સપાટી ઉપર તરે છે               તેને નેકટોન કહેવાય છે .

( ૩૫ ) એન્ટોમોલોજી ( Entomology ) એટલે શું ?
         કિટકો - જંતુઓના વિજ્ઞાનને એન્ટોમોલોજી -                       જંતુશાસ્ત્ર,કિટક વિજ્ઞાન કહેવાય છે .

( ૩૬ ) ટેકસીરમી ( Taxidermy ) એટલે શું ?
મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની કળાને ટેકસીડરમી કહેવાય છે .

( ૩૭ ) હેલમીન્થોલોજી ( Helminthology ) એટલે શું ?પરોપજીવી જંતુ - કીડાઓના અભ્યાસને હેલમીન્ટેલીજી કહેવાય છે .

( ૩૮ ) વૈડર ( Wader ) એટલે શું ?
પાણીના કિનારા નજીક કાદવ - કીચડ ખુંદનારા પક્ષીઓને ‘ વૈડર ” કહેવાય છે .

( ૩૯ ) ક્લબર ( Blubber ) એટલે શું ?
દરિયાઈ પ્રાણીની ત્વચાની નીચેના ચરબીયુક્ત ભાગને બ્લબર કહેવાય છે .( દા . ત . શેલ )

( ૪૦) ઇકરોપેરેઇસાઈટ ( Ecroparasite ) એટલે શું ?
બીજા પ્રાણીના બહારના અંગો ઉપર જે પ્રાણી પરોપજીવી રહે તેને ઇકરોપેરેસાઇટ કહેવાય છે .

( ૪૧ ) કચ્છના રણમાં ક્યા માંસભક્ષી વન્ય પ્રાણી જોવા મળે છે ?
( ૧ ) ગણ ( હેણોતરો ) , ( ૨ ) રણનું શિયાળ ( ૩ ) વરૂ


( ૪૨ ) પૂર્ણ રૂપ જણાવો

( ૧ ) W .W .F . વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર

( ૨ ) B .N .H .S , બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી

( ૩ ) I .N .T .A .C .H .ઇન્ડીયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટસ એન્ડ કલ્ચરલ હેરીટેઝ .

( ૪ ) I .U .C .N .ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝરવેશન ઓફ નેચર એન્ડ નેચરલ રીસોર્સીસ

( ૫ ) G .E .E .R .ગુજરાત ઇકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન ( ગાંધીનગર . )

( ૬ ) C .I .T .E .S .કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન અનડેન્જર સ્પીસીઝ ( ઓફ ફલોરા એન્ડ ફાઉના )

( ૭ ) C .Z .A .સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી

( ૮ ) W .III .વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડીયા

( ૯ ) C .E .E .સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન

( ૪૩ ) ડાઇનોસોરનો અર્થ શો છે ?
ભયાનક ગરોળી

( ૪૪ ) સૈથી વધુ આયુષ્ય કયા પ્રાણીનું હોય છે ?
કાચબો - 300 વર્ષ સુધી

( ૪૫ ) આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલ ભારતીય પક્ષીવિદ્દનું નામ જણાવો .
સલીમઅલી

( ૪૬ ) માણસ પછી બુધ્ધિશાળી પ્રાણી કયું છે.કયા વર્ગનું છે ?
માણસ પછીના ક્રમમાં બુધ્ધિશાળી ડોલ્ફીન છે .જે સસ્તન વર્ગનું જળચર પ્રાણી છે .

( ૪૭ ) ભારતનું સૈથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે ?
ઝુઓ લોજીકલ ગાર્ડન - અલીપુર - કલકત્તા

( ૪૮ ) પ્રાણીઓમાં સૈથી જાડી ચામડી કોની હોય છે ?
હેલ શાર્ક

( ૪૯ ) ક્યા હરણને મારીને તેના ક્યા પદાર્થનો ઉપયોગ પરફયુમ તરીકે વપરાય છે ?
કસ્તુરી મૃગ ( Musk deer ) - કસ્તુરી - નરના પેટ ભાગની ગ્રંથિમાંથી નીકળતો સુગંધિત સ્ત્રાવ

( ૫૦ ) કયા દેશમાંથી કુદરતી વાદળી મળી આવે છે ?
ગ્રીસ

( ૫૧ ) ભૂમિ ઉપર ભારતનું બીજા નંબરનું સૈથી મોટું પ્રાણી કયું છે ?
એક શિંગડાવાળો ગેંડો ( One horned Rhinoceros )

( ૫૨ ) યાક કઇ જગ્યાએ જોવા મળે છે ?
લડાખ - ભારત તથા તિબેટ

નોધ: આ પુસ્તક ના બીજા Part નીચે આપેલા છે.

Comments

Popular posts from this blog

General knowledge/Forest gard imp material by government part-5

Forest gard imp material part-3

Forest gard imp material part-1